કોલમિસ્ટ સૌરભ શાહે વિશ્વકર્મા સમાજનું અપમાન કર્યો, ગાંધીધામમાં પૂતળાદહન.
કચ્છખબરડોટકોમ, ગાંધીધામ : ગુજરાતી કોલમિસ્ટ સૌરભ શાહે ફેશબુક પર વિશ્વકર્મા સમાજ અંગે ઘસાતી ટિપ્પણી કરતા કચ્છભરમા વિશ્વકર્મા સમાજમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. આજે ગાંધીધામમાં વિશ્વકર્મા સમાજ દ્વારા સૌરભ શાહનું પૂતળાને સળગાવામાં આવ્યા હતા. સૌરભ શાહ મુંબઈથી પ્રગટ થતાં એક અખબારમાં કટાર લખે છે. થોડાક સમય પહેલા ફેસબુક પર પોતાના આગામી લેખ સંદર્ભે શાહે વિશ્વકર્મા સમાજ અંગે ઘસાતી બાતમી કરી હતી. સૌરભ શાહે લખ્યું હતું કે ‘જેમને ભારતમાં સુલભ શૌચાલયમાં પણ કોઈ નોકરી ન આપતું હતું એવા સુથારો , મિસ્ત્રીઓ ,મોચીઓ અને લુહારો અમેરિકા સ્થાયી થઈને મેક ડોનાલ્ડસમા જેનિટરની જોબ કરતાં કરતાં પોતાનો ભારત દ્રોહ હિન્દુ દ્વેષ અને મોદીવિદ્રોહ માર્ક ઝકરબર્ગે પ્રોવાઈડ કરેલી વૉલ પર છી છી કરીને વ્યક્ત કરવા માંગતા હોય એવા પપ્પુપ્રેમી બાબાઓ /બાબુઓ /બેબીઓને મારે શું કામ જવાબ આપવો પડે ? તમે તમારા આ લોહી તરસ્યા માર્કસવાદીઓ -માઓવાદીઓ વિશે મારી સૌથી લોકપ્રિય કોલેજ માં વાચતા રહેજો ‘શાહના આ લખાણ સામે કચ્છ સહિત ગુજરાતભરમાં વિશ્વકર્મા સમાજમાં ભારે આક્રોશ છવાઈ ગયો હતો. ઘણા શહેરોમાં શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તો,આજે ગાંધીધામ વિશ્વકર્મા સમાજે ભેગા થઈ શાહના પૂતળાને સળગાવ્યો હતો. વિશ્વકર્મા સમાજે ફેસબુક અને સંબંધિત અખબારમાં પણ શાહ સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ચોતરફથી ફાટી નીકળેલા આક્રોશના પગલે શાહે ફેસબુક પર વિડીયો અપલોડ કરી માફી માંગી હોવાનું વિશ્વકર્મા સમાજના સૂત્રોએ જણાવ્યુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.