મુન્દ્રામાં આયુર્વેદિક કેમ્પ દ્વારા બાળકોને બાલ રસાયણ ઔષધ વિતરણ કરાયું.

તા : ૧૯.૬.૧૮ : નો બનાવ

સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રા ખાતે તાજેતરમાં નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત સરકારી આયુર્વેદ દવાખાના ગાંધીધામ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ મુન્દ્રા અને રેડક્રોસ સોસાયટી મુંદરના સહયોગથી આયુર્વેદિક કેમ્પ યોજાઇ ગયો. જેમાં ૫ વર્ષ સુધીના કૂપોષિત બાળકોને અમ્રુત બાલ રસાયણ ઔષધ વિતરણ કરવામાં આવ્યું આ કેમ્પમાં 12 વર્ષ સુધીના બાળકોના શારીરિક માનસિક વિકાસ અર્થે સુવર્ણ પ્રસના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં કુલ્લ ૧૦૭ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં આયુર્વેદિક મેડિકલ ઓફિસર ડો.બર્ખા પટેલ ,ડો.પરેશ સચદેવ તથા કંપાઉન્ડર કૌશિકબાહી લાલપરા એ સેવા આપી હતી કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સોસાયટીના પ્રમુખ શ્રી સચિન ગણાત્રા , સામુહિક આરોગ્ય કેન્દ્ર મુન્દ્રા ના ડો. મંથન ફફલ,તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ સુતરીયા તાલુકા સુપરવાઈઝર હરિભાઇ જાટીયા , પ્રકાશ ઠક્કર તથા મેઘજીભાઇ સોધમ સહયોગી રહ્યા હતા. વધુ મફત તપાસ ,નિદાન તથા સારવાર માટે મુંદ્રા તાલુકાનાં દેશલપર ખાતે આવેલ આયુર્વેદ દવાખાનામાં ડો.બરખા પટેલનો મંગળવારે સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *