સાંતલપુરમાં ઉધાર કપડાં આપવાની ના પાડતાં ગ્રાહકે વેપારીને છરી વડે હુમલો

સાંતલપુર બજારમાં વેપારીએ ગોકળપુરા ગામના ઈસમને ઉધારમાં કપડાં આપવાની ના પાડતા એકાએક ઉશ્કેરાઇ જઇ વેપારીને છરી મારી ઇજાઓ પહોચાડી હતી.રાધનપુર તાલુકાના ગોકળપુરા ગામનો સંજયભાઈ દિલીપભાઈ ઠાકોર સાંતલપુર મુખ્ય બજારમાં રેડીમેન્ટ કપડાની દુકાને ગયો હતો અને રેડીમેડ કાપડના વેપારી માયાગરભાઈ વેલગરભાઈ ગૌસ્વામી પાસે ઉધારમાં કપડાં માંગતાં વેપારીએ તારો વ્યવહાર સારો નથી તેમ કહેતા શખ્શ એકાએક ઉશ્કેરાઈ છરી મારી માયાગર ગોસ્વામીને મોઢા પર ઇજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વેપારીએ સાંતલપુર પોલીસ સ્ટેશને ગોકળપુરા ગામનો સંજયભાઈ દિલીપભાઈ ઠાકોર સામે ફરિયાદ લખાવી હતી.