વિસાવદર પંથકનાં માંગનાથ પીપળી ગામે મહિલા નજર ચૂકવી સોનાનાં દાગીના અને રોકડ ઉઠાવી ગઈ

વિસાવદર પંથકનાં માંગનાથ પીપળી ગામે મમ્મી, દીકરીની નજર ચૂકવી કોઈ અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોનાના દાગીના અને રોકડની તસ્કરી કરી ગઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વિસાવદર પંથકનાં માંગનાથ પીપળી ગામે રહેતા બાબુભાઈ શામજીભાઈ ખૂંટનાં પત્નિ અને દિકરીની નજર ચૂકવીને કોઈ અજાણી મહિલાએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને ઘરનાં કબાટમાં રાખેલ સોનાનો ચેન, સોનાની બુટી, સોનાની વીંટી-2 તથા રોકડા 10,000 મળી કુલ 19700નાં મુદ્દામાલની તસ્કરી કરી ગઈ હતી. જે અંગેની બાબુભાઈ અને તેના પત્નિને થતા ઘરમાં તપાસ કરતા તે મળી આવેલ ન હતા. જેથી બાબુભાઈએ અજાણી મહિલા વિરૂદ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.