દેશી હાથ બનાવટની બાર બોરની બંદૂક સાથે એક શખ્સ પકડાયો
 
                
SOG પોલીસને નાનાભાઇ સમદુભાઇ રાઠવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાની માહિતી આધારે SOG પીઆઈ જે.પી.મેવાડાને સદર ઇનપુટમાં જણાવેલ શખ્સના ઘરે દરોડો પાડવા ગયા હતા. જેમાં SOG સ્ટાફને બાતમી વાળી જગ્યા પરથી નાનાભાઇ સમદુભાઇ રાઠવા ઉ.વ.34 રહે. નકામલી, ડુંગર ફળીયા, તા.જિ. છોટાઉદેપુર હાજર મળી આવતા તેને ઝડપી ઘરની તપાસ કરતા પોતાના કબજા ભોગવટાના ઘરમાં આવેલ અડારીના ભાગે કપડા લટકાવવાની દોરી પર કપડામાં સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની બાર બોરની એક નાળી વાળી બંદૂક કિંમત રૂ.15,000 ની મળી આવી હતી.જે અંગે શખ્સ વિરુદ્ધ ધી આર્મ એકટ કલમ તથા ઇ.પી.કો કલમ મુજબ ગુનો દાખલ કરી શખ્સ નાનાભાઇ રાઠવા ઉ.34 રહે. નકામલી, ડુંગર ફળીયા, છોટાઉદેપુરને ક્વોરન્ટાઈન હેઠળ રાખી વધુ તજવીજ માટે રંગપુર પોલીસ સ્ટેશને સોંપાયો હતો.
 
                                         
                                        