કોઠારા પોલીસના દારૂ કેસનો નાસતો-ફરતો આરોપી સામખિયાળીમાં પકડાયો

ભુજ, પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોડે કોઠારા પોલીસ સ્ટેશનમાં દારૂ સંબંધિત કેસનો શખ્સ છેલ્લા આઠેક માસથી નાસતો-ફરતો હતો. જેને ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતેથી પકડી પાડ્યો છે. મૂળ માંડવી તાલુકાના બિદડા અને હાલે અંજાર તાલુકાના વરસામેડી રહેતા શખ્સ સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા ઉપર કોઠારા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ તળે ગુનો નોંધાયો હતો અને છેલ્લા આઠેક માસથી નાસતો-ફરતો હતો. આ શખ્સ સામખિયાળી હોવાની બાતમી પરથી તેની અટક કરી આગળની તજવીજ માટે કોઠારા પોલીસને સોંપેલ છે.