ત્રણ વર્ષથી ફરાર રતલામનો શખ્સ ભચાઉથી પકડાયો

રાપર,મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આલોટ પોલીસ સ્ટેશનના જુદા-જુદા ગુનામાં ફરાર ઈસમ ભચાઉથી પકડાયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આલોટ પોલીસની ટુકડીએ ભચાઉ પોલીસની મદદ માગી હતી. પી.આઈ. એસ.એન. ગડ્ડુએ સર્વેલન્સ સ્ટાફને સૂચના આપી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે શખ્સ ઘનશ્યામ જુગલદાસ બૈરાગીને ભચાઉના હિંમતપુરા વિસ્તારમાંથી પકડી લીધો હતો. શખ્સ અપહરણ, બળાત્કાર અને માનવ દેહવ્યાપારનના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર હતો.