પૂર્વકચ્છ એલસીબીએ દારૂના ગુનાના ભાગેડુને ઝડપી પાડ્યો

પૂર્વકચ્છ પોલીસની ગુનાશોધક શાખાની ટીમે દારૂના અનેક ગુન્હામાં સામેલ અને છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા કુખ્યાત ઈસમને ઝડપી પાડયો હતો. એલ.સી.બી પોલીસે જુદી-જુદી ટીમો બનાવી હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અંજાર તાલુકાના મેઘપર બોરીચીની ઓધવરામ સોસાયટીમાંથી શખ્સ શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (રહે.મકાન નં.116,બાગેશ્રી પામ્સ, ગળપાદર. તા. ગાંધીધામ)ની અટક કરી હતી. ઝડપાયેલો આ નામચીન શખ્સ છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો.આ તહોમતદાર વિરુધ્ધમાં અંજાર, કંડલા મરીન અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં દારૂના કેસો નોંધાયા હોવાનુ પોલીસે ઉમેર્યું હતું.