જૂનાગઢમાં સોનાની કંઠીની ચીલઝડપ કરનાર ૪ શખ્સોની મુદ્દામાલ સાથે અટક

ધોરાજી પોલીસે ચિલઝડપના કેસ મામલે મોરબી જિલ્લાના વાંકાનેર ગામના ૪ ઈસમને 3.35 લાખથી વધુના મુદામાલ સાથે પકડી પાડી તજવીજ હાથ ધરી છે. ધોરાજીના પીઆઈ હકુમત સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 13 ડિસેમ્બરે ફરિયાદી ગોરધનભાઇ કલાભાઇ વઘાસીયાએ પોતાની ખેતીની જમીને કામ કરતા હતા ત્યારે ઇકો ગાડી નંબર GJ-13-AR-7675માં સાધુના વેશમાં 4 ઈસમ આવ્યા હતાં.આ ઇસમોએ ફરીયાદી પાસે સાધને પાણી પાવ એમ કહી પાણી માંગતા ફરીયાદી ઇકો ગાડી પાસે પાણી પાવા ગયા ત્યારે ફરિયાદીએ ડોકમાં સોનાની રૂદ્રાક્ષની માળા પહેરેલી હોય તે માળા જોઇ ફરીયાદી પાસેથી ઇસમોઓએ સાધુ માહત્માને જોવા આપો એમ કહી વિશ્વાસમાં લઇ ફરીયાદીએ ડોકમાથી સોનાની રૂદ્રાક્ષની માળા કાઢી હાથમાં રાખી બતાવતા ફરિયાદીના હાથમાંથી અચાનક જ સોનાની માળા 24.110 ગ્રામની કિ.રૂ.74,886ની ઝુંટવીને પલાયન થઇ જતાં આ અંગેની ફરિયાદ જૂનાગઢ પોલીસ સ્ટેશને લખાવાઈ હતી. આથી ગ્રામ્ય પોલીસ આ ગુનાના ઉકેલ માટે પ્રયત્નશીલ હતી.એવામાં હકિકત મળી હતી કે ચિલઝડપ કરનાર શખ્સોએ જ કારમાં બેસી ધોરાજીથી જુનાગઢ બાજુ આવી રહ્યા છે. આથી પોલીસ વોચમાં રહી હતી અને ચાર ઇયસમોને મોબાઇલ નંગ-4 કિં.રૂ.11,000 તથા ગાડી રૂ.2,50,000,તથા સોનાની રૂદ્રાક્ષની માળા કિ.રૂ.74,886,સાથે કુલ રૂ.3,35,886ના મુદ્દામાલ સાથે સુરજનાથ ઝવેરનાથ સોલંકી, ધારુનાથ ઝવેરનાથ સોલંકી, જાલમનાથ મીઠુંનાથ ચૌહાણ અને મુન્નાનાથ રૂમાલનાથ પરમારને પકડી પાડ્યા હતા. આ તપાસમાં પીઆઇ, પીએસઆઇ શામળા, અરવિંદસિંહ દાનુભા કોન્સ., બળદેવભાઇ મનુભાઇ, રવિરાજસિંહ ઘેલુભા,ઇશીતભાઇ અરવિંદભાઇ સહિતનો સ્ટાફ રોકાયો હતો.