જૂનાગઢમાં દુકાન ખાલી કરાવવાની કોઈ વાતને લઈ તલવાર અને પાઈપ વડે હુમલો

જૂનાગઢમાં સંયુક્ત માલિકીની દુકાન ભાડે આપવા બાબતે ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ એક ઇસમે તલવાર વડે હુમલો કર્યો હતો. આ બનાવને લઈ ચાર ઈસમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ લખાવાઇ છે. મળતી વિગત અનુસાર જૂનાગઢનાં દાતાર રોડ પરનાં એક વિસ્તારમાં રહેતા મહેબુબભાઈ હબીબભાઈ મકરાણીને દુકાન ભાડે આપવા અને ખાલી કરાવવાની કોઈ વાતને લઈ તેમના ભાઈ નદીમભાઈ સાથે બોલાચાલી થઈ હતી.જેથી નદીમે પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત અસલમે તલવાર વડે હુમલો કરી ઈજા કરી હતી. આ બનાવમાં સાહિલ ઉર્ફે ગણિયો, મહંમદ હુસેન વિરૂદ્ધ પણ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ લખાવાઈ છે. પોલીસે ફરિયાદનાં આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.