ચુડા તાલુકાનાં ચોકડી ગામેથી દેશી હાથ બનાવટી પિસ્ટલ સાથે એક શખ્સ પકડાયો

લીમડી નાયબ પોલીસ અધિક્ષક શ્રી.સી.પી મુંધવા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ચુડા.પી એસ.આઈ તથા પોલીસ સ્ટાફના માણસો ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન પો.કો.ભરતભાઈ સભાડ તથા વાલજીભાઇનાઓને બાતમી મળેલ કે ચોકડી ગામનો દિગુભાઇ વિરમભાઇ નામનો શખ્સ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાળ રાખી ફરે છે. જે આધારે પો.એસ.આઈ એચ.જી ગોહિલ, પો.હે.કો. વિજયભાઇ ગાબુ, ભરતભાઇ સભાડ, વાલજીભાઇ, યુવરાજસિંહ વાઘેલા સહિત ચુડા તાલુકાનાં ચોકડી ગામે આવેલા બાપા સીતારામની મઢૂલીના ગેટ પાસે પહોચતા એક શખ્સ હાજર મળી આવતા જેનું નામ પુછતાછ કરતાં પોતે દિગુભાઇ વિરમભાઇ મેમકીયા જાતે ત.કોળી ચોકડી ચુડા વાળો જેની અંગઝડતી કરતાં તેના પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવેલ જે જોતાં પિસ્ટલ મેગજીન વાળી મળતા જે અંગે આધાર પુરાવો માગતાં પોતાની પાસે નહીં હોવાનું જણાવેલ જે પિસ્ટલ નંગ 1 કિંમત રૂ. 10,000 સાથે ઝડપી પડી મુદામાલ જપ્ત કરી મુજકુર શખ્સ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.