ટંકારા અમરાપર પાસે જુગાર રમતા 4 પકડાયા

ટંકારાના અમરાપર રોડ પર નદીની સામેકાંઠે બાવળના કાંટામાં જાહેરમાં જુગાર રમતા 4 ઇસમોને પકડી પાડીને ટંકારા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન અમરાપર રોડ પર નદીના સામાકાંઠે બાવળના કાંટામાં જુગાર રમતા ઇરફાન આબુભાઈ તૈલી, અલી મામદભાઇ મકવાણા, હિરેનભાઈ વિજયભાઇ વાઘેલા અને રાજેશભાઈ બચુભાઈ દુબરિયાને રોકડ રકમ રૂ. 20,400 સાથે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે.