નવાબપરામાં મગફળી, બોટાદમાંથી બાઈક તસ્કરી કરનાર 2 સાગરીતો પકડાયા

ધારીના નબાપરામાંથી વંડામાંથી મગફળી અને બોટાદ પંથકમાંથી બાઈકની તસ્કરી કરનાર બે સાગરીતને અમરેલી એલસીબીએ પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 18 મણ મગફળી અને બે બાઈક મળી કુલ રૂપિયા 66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા સાગરીતોને ધારી પોલીસના હવાલે કરાયા હતા.ધારીના નબાપરામાં રહેતા રોહિત રમેશભાઈ વેદાણીના રહેણાંકમાં તસ્કરીની બાઈક હોવાનું એલસીબીને બાતમી મળી હતી.જેના કારણે અમરેલી એલસીબીએ સ્થળ પર દરોડો પાડી રોહિત રમેશભાઈ વેદાણી અને મનસુખ લખમણભાઈ સીસણાદા પાસેથી બે બાઈક અને 18 મણ મગફળીની તસ્કરી કરી હતી. તેમની કડક હાથે પુછપરછ કરાતા હતા. બાઈક બોટાદ ખાતેથી અને પંદર દિવસ પહેલા ધારીના નબાપરા વિસ્તારમાં અરવિંદભાઈ કરશનભાઈ રૂડાણીના વંડામાંથી મગફળીની ચોરી કર્યાનું કબુલ્યું હતું.એલસીબીએ બંને પાસેથી 50 હજારની કિંમતના બે બાઈક અને રૂપિયા 16,200ની 18 મણ મગફળી મળી કુલ રૂપિયા 66,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.