અમદાવાદના નરોડામાં 12 શખ્સોઓ જુગાર રમતા ઝડપાયા

અમદાવાદનાં નરોડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસની જાણ બહાર ગાંધીનગરથી આવેલી વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. આ વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાનૂની પ્રવૃતિ ચાલી રહી છે. જેમાં સ્થાનિક પીઆઇ અને તેમના માટે કામ કરતાં રુદ્રદતસિંહની રહેમ નજર હતી. આ વાતની જાણ ગાંધીનગર વિજીલન્સની ટીમને થતાં વિજીલન્સના અધિકારીઓ નરોડા પાછલી સર્કલ પાસે 3 મહિનાથી ચાલતા સુખાના વરલી મટકાના જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જ્યાં 2 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. સુત્રો પાસેથી મળતી અનુસાર વિજીલન્સની ટીમે દરોડો પાડીને 12 શખ્સોઓને પકડી પાડવામાં આવ્યા છે,.આ દરોડાના કારણે નરોડા પોલીસ મથકના ડીસ્ટાફના પીએસઆઈ એ.એમ પટેલ, પીઆઇ પરેશ ખાંભલા તથા તેમના માણસો પણ દોડતા થઈ ગયા હતા. વિજીલન્સની ટીમે, નરોડા વિસ્તારના ડોલ્ફીન સર્કલ નજીક કનુભાઈના વાડાના છેલ્લા કેટલાક સમયથી પોલીસ અને તેમના ઉચ્ચ અધિકારીની રેહમ નજર હેઠળ મસમોટું જુગારધામ ધમધમી રહ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ દરોડા દરમિયાન 12 શખ્સોઓને પકડી પાડ્યા હતા. સાથે જ તેમની પાસેથી 7 વ્હીકલ,9 મોબાઈલ અને રોકડ સહિત કુલ રુ. 2.29 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.