મુળીલા ગામના યુવાન પર 4 ઇસમો દ્વારા છરી અને લાકડાના ધોકા વડે હુમલો

જકાલાવડમાં ધોરાજી રોડ સાગર કોપ્મલેક્ષના કમ્પાઉન્ડમા ઉભેલા વિરેન્દ્રસિંહ હરદેવસિંહ જાડેજા પર લતીફ, હુશેન, ફારૂક તથા એક અજાણ્યા ઈસમ સહિતનાએ છરી અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં આરોપી લતીફે માથાના પાછળના ભાગે છરીનો ઘા મારી અને બીજા 3 ઇસમોએ ધોકા વડે માથા તથા ખંભા પર માર માર્યો હતો. આડેધડ માર મારતા યુવાન નીચે પડી ગયો હતો છતાં પણ ઇસમોઓએ ધોકા વડે તથા ઢીકાપાટુથી જેમ ફાવે તેમ માર મારી અને મારી નાખવાનાની ધમકી આપી નાસી છૂટ્યા હતા.બનાવના પગલે યુવાનને પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડાયો હતો. આ બનાવ અંગે યુવાને કાલાવડ પોલીસમાં ચારેય ઇસમો સામે ફરિયાદ લખાવી હતી. જેમાં પોતે સરવાણીયા ગામના પાટીયા નજીક આવેલ અનાજના ગોડાઉન પાસેથી રીક્ષામા બેસી કાલાવડ આવ્યો હતો જ્યાં સાગર કોમ્પલેક્ષના સામેના ભાગે રોડ પર ઉતર્યો ત્યારે રીક્ષાવાળા સાથે ભાડા બાબતે બોલાચાલી થઇ હતી. જો કે, રીક્ષા ચાલત થોડી વાર બાદ જતો રહ્યો હતો અને ત્યારબાદ ઇસમોઓ આવ્યા હતા અને મારામારી કરી ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે પીઆઈ વસાવાએ કાર્યવાહી હાથ ધરી છે.