ભુજનાં જુગારધામમાંથી 11 મહિલા જુગાર રમતી પકડાઈ
copy image

ભુજ શહેરના હરસિદ્ધિનગર દશામાના મંદિર નજીક મહિલા સંચાલિત ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી હતી અને 11 મહિલાઓને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડી હતી. પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, હરસિદ્ધિનગરમાં રહેતા ચેતનાબેન ભૂપેન્દ્રભાઇ મકવાણા તેમના ઘરમાં જુગારધામ ચલાવી ખેલીઓ બોલાવી ગંજીપાના વડે જુગાર રમાડી રહ્યા છે. જેના પગલે પોલીસે દરોડો પાડતા પોલીસે જુગાર રમતા ચેતનાબેન ઉપરાંત પુષ્પાબેન મહેશભાઇ જોશી, મંજુલાબેન ભાનુગિરિ ગોસ્વામી, પુષ્પાબેન ચંદુલાલ પરમાર, નીતાબેન વિમલભાઇ પુજારા, જ્યોતિબેન નીલેશ ઠક્કર, કલાવંતીબેન આશિષભાઇ ઠક્કર, રવિનાબેન કિશોરભાઇ રાઠોડ, રુક્ષ્મણીબેન ચંદુલાલ સિદ્ધપુરા, નિર્મલાબેન મણિલાલ ચોથાણી, શારદાબેન ચમનલાલ ઠક્કર (રહે. તમામ ભુજ)ને રોકડ રૂા.22,975 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારધામ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.