પાટોદ ગામે નવી નગરીમાં મોબાઇલ પર આંક ફરકનો જુગાર રમાડતા 3 સામે પોલીસ કાર્યવાહી

પાદરાના પાટોદ ગામે નવી નગરીમાં પોતાના મોબાઈલ ફોનમાં વોટ્સસેપ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો પાસેથી જુદા જુદા આંક ફરકના આંકડા લખેલી સ્લીપો તેમજ ટેક્સ મેસેજ દ્વારા આંકડો લખી જુગાર રમાતો હતો. આ વેપાર આંકડો લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડ રૂ. 12,010 તથા મોબાઈલ નંગ બે રૂ.10,000 મળી કુલ રૂ.22,010ના મુદ્દામાલ સાથે પોલીસે 3 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. પાદરામાં એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બાતમીના આધારે પાટોદ ગામે રહેતા અનવર રૂસ્તમભાઈ મલેક તથા ઐયુબભાઈ ચંદુભાઈ સિંધા પાટોદ ગામે નવી નગરીમાં દુકાનની બહાર ઓટલા ઉપર બેસી ગ્રાહકો પાસેથી પૈસા વડે આંક ફરકના આંકડાઓ લખી પાદરામાં રહેતા ઐયુબભાઈ ગુલામભાઈ શેખને મોબાઈલ ફોન ઉપર વોટસેપ એપ્લિકેશન દ્વારા મોકલી આપી પૈસા વડે હારજીતનો જુગાર રમાડે છે.તે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરી હતી. પાટોદ નવી નગરીમાં બે શખ્સો દ્વારા પોતાના મોબાઇલ ફોનમાં વોટસેપ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો પાસેથી જુદા જુદા આંક ફરકના આંકડા લખેલી સ્લીપો તેમજ ટેકસ મેસેજ દ્વારા આંકડો લખી પાદરાના ઐયુબ ગુલામ શેખને લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમાડતા દરોડા દરમ્યાન રોકડ રૂ.12,010 તથા મોબાઇલ રૂ.10,000 મળી કુલ રૂ. 22,010 ના મુદ્દામાલ સાથે 3 સામે કાયદેસરની તપાસ કરી હતી.