અજરપુરાની શાળામાંથી રૂ. 24 હજારની મતાની તસ્કરી

આણંદ તાલુકાના અજરપુરા ગામે સર્વોદય વિનય મંદિર હાઇસ્કૂલની ઓફિસના દરવાજાની સ્ટોપર તોડીને તસ્કરો તિજોરીમાં મુકેલી એમ્પ્લીફાયર સિસ્ટમ સહિત રૂ. 24 હજારની મતાની તસ્કરી કરી ફરાર થઇ જતાં ભાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ અજરપરા બસ સ્ટેશન પાસે સર્વોદય વિનય મંદિર હાઇસ્કુલ આવેલી છે.રાત્રિના અરસામાં કોઇ પણ તસ્કરો હાઇસ્કૂલમાં પ્રવેશીને ઓફિસના દરવાજાની સ્ટોપર તોડીને તિજોરીમાં મુકેલા કાંસા-પિત્તળના બે ઘંટ, એમ્પ્લીફાયર સિસ્ટમ, ડીજીટલ કેમેરા મળીને રૂ.24,000 ની મતાની તસ્કરી કરીને લઇ ગયા હતા. આ અંગે શાળાના કર્મચારી અમૃતલાલ રામજીભાઇ ચાવડાએ ભાલેજ પોલીસ સ્ટેશને તસ્કરીની ફરિયાદ લખાવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.