ધરારનગરમાં જુગાર રમતી 3 મહિલા સહિત 7 ઝડપાયા

જામનગરમાં ધરારનગર બે માં રામાપીરના મંદિર નજીક સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલાઓ સહિત 7ને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ ઇસમોના કબજામાંથી રૂપિયા દસ હજાર ઉપરાંતની રોકડ જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. શહેરના ધરારનગર બે વિસ્તારમાં રામાપીરના મંદિર નજીક અમુક પુરુષ અને મહિલાઓ સાથે મળી જુગાર રમે છે. જેને લઈને પોલીસે આ દિશામાં તજવીજ કરી હતી. સીટી બી ડિવિઝન પોલીસે સાંજના અરસામાં દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી હારજીત કરી રહેલ રહીમભાઇ હાજીભાઇ ઘુઘા, સીરાજ હાજીભાઇ દુધેપૌત્રા, વિજય જવેરભાઇ સોલંકી તથા વિનોદભાઇ ધીરજભાઇ નીમાવત, સલમાબેન સીરાજભાઇ હાજીભાઇ તથા ભારતીબેન ભીખુભાઇ પાલાભાઇ નાંગેસ તથા રોશનબેન એલીયાસભાઇ દેશરભાઇ મેરને આબાદ ઝડપાઇ ગયા હતા.આ ઇસમોના કબજામાંથી પોલીસે રૂ.10,220ની રોકડ જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી હતી.