અંકલેશ્વરમાં તસ્કરો સરદાર પાર્ક-2 શોપિંગમાં આભૂષણ જવેલર્સમાં પ્રવેશી ઝવેરાતની ચોરી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીના સરદાર પાર્ક-2 શોપિંગમાં આભૂષણ જવેલર્સમાં તસ્કરોનો બાકોરું પાડી 87.30 લાખના ઘરેણાની તસ્કરી કરી ગયા હતા. આભૂષણ જવેલર્સમાં પ્રવેશી સોના-ચાંદીના દાગીનાની અને ડાયમંડની તસ્કરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. પાછળની ફૂટવેર ગોડાઉનનું શટર તોડયા બાદ બાકોરું પાડી તસ્કરીને અંજામ આપ્યો હતો. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તજવીજ આદરી હતી. સીસીટીવીના કેબલ કાપી ખેલ પાડ્યો હતો. પ્રી પ્લાન અને રેકી કરી તસ્કરીને અંજામ તસ્કરો આપ્યો હતો. જ્વેલર્સની આળસ એ લાખો રૂપિયાના દાગીના ગુમાવ્યા હતા. અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં રહેતા હેમંત સોનીની જી.આઇ.ડી.સી.ના સરદાર પાર્ક-2 શોપિંગ સેન્ટરમાં બીજા માળે આભૂષણ જ્વેલર્સ નામની દુકાન આવેલી છે. જે જ્વેલર્સની દુકાનને રાત્રિના અરસામાં તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ જ્વેલર્સની દુકાન પાછળ આવેલા બુટ-ચપ્પલના ગોડાઉનમાં શટર તોડી ગોડાઉનમાં પ્રવેશ્યા હતા અને અંદરથી ગેસ કતર વડે બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો જ્વેલર્સની શોપમાં રહેલા સીસીટીવી કેમેરાના કેબલ પણ કાપી નાખી તસ્કરોઓ તસ્કરી કરી ગયા હતા. સવારના અરસામાં શટર ખોલ્યું ત્યારે તસ્કરીની ખબર પડી. સવારના અરસામાં નિત્યક્રમ મુજબ દુકાન ખોલી અંદર જોતા સમાન વેરવિખેર પડ્યો હતો. જે જોતા તસ્કરી થયાનું માલુમ પડ્યું હતું. પાછળની દીવાલમાં બાકોરું નજરે પડ્યું હતું. જે ફૂટવેરના ગોડાઉનમાંથી પાડી અમારી દુકાનમાં પ્રવેશી તસ્કરી કરી છે. કેટલા ના સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ ગયા છે. તેનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. હેમંતભાઈ, આભૂષણ જ્વેલર્સના સંચાલક. સમગ્ર બાબતે હાલ તજવીજ ચાલી રહી છે તસ્કરોઓ તસ્કરીને અંજામ પાછળ આવેલ દુકાનમાં બાકોરું પાડી પાડ્યો છે. સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. તેમજ ટેક્નિકલ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સ,એફ.એસ.એલની મદદથી તપાસ શરૂ કરાઈ છે.