કપડવંજના વડધરા ગામે પાણીનો નળ બંધ કરવા બાબતે લાકડાના દંડા વડે હુમલો

કપડવંજના વડધરા ગામે રહેતા પ્રભાતસિંહ ઝાલા પોતાના પત્નિ અને દિકરા સાથે ઘરે હતા. આ વખતે પોતાના પત્નિ બાલુબેન સાથે પાણી ભરવા માટે નજીકના પાણી-પુરવઠાના નળ પાસે ગયા હતા. જ્યાં તેમના પત્નિ પાણી ભરતા હતા, તે વખતે પાડોશમાં રહેતા ચન્દ્રસિંહ ત્યાં આવી નળ બંધ કરી દીધો હતો.બાલુબેને ચન્દ્રસિંહને નળ કેમ બંધ કર્યો છે? તેમ ઠપકો આપ્યો હતો. જેના કારણે ચન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડાનો દંડો માર્યો હતો. જ્યાં ચન્દ્રસિંહનું ઉપરાણુ લઈ ફુલસિંહ અને તેજાબેન પણ આવી પહોંચ્યા હતા અને બાલુબેનને માર માર્યો હતો. જ્યાં બુમાબુમ થતા પ્રભાતસિંહ અને તેમના દિકરા અજીતે બાલુબેનને છોડાવ્યા હતા. હુમલો કરનારા ત્રણેય શખ્સો આ સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ અંગે કપડવંજ ગ્રામ્ય મથકે ત્રણેય વિરૂદ્ધ ફરીયાદ લખાવી છે.