ભુજની છેતરપિંડીના કેસનો ફરાર શખ્સ પકડાયો

ભુજ છેતરપિંડીના કેસમાં ફરાર શખ્સને પોલીસે પાંજરે પુર્યો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર 14.80 લાખની છેતરપીંડીના બનાવમાં શખ્સ હાજી જલાલ નોડે 11 મહીનાથી ફરાર હતો. આ શખ્સ પોતાના ઘરે હાજર હોવાની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સવારના અરસામાં ભુજ તાલુકાના લુડીયા ગામમાં વોચ ગોઠવી હતી અને શખ્સને પકડી પાડયો હતો. શખ્સની અટક કરી ભુજ એ ડીવીઝન પોલીસને સોપ્યો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.