IOCના પેટ્રોલ પંપની ડીલરશિપના નામે રૂ. 39 લાખની છેતરપિંડી કરનારો પકડાયો

ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપની ડીલરશિપ આપવાના બહાને કુલ રૂ.39 લાખની ઠગાઇ કરવાના ગુનામાં સાઇબર ક્રાઇમે આ પ્રકારના ગુના આચરતી ટોળકીના એક સભ્યની દિલ્હીથી અટક કરી હતી. આ કેસમાં સાઇબર ક્રાઇમે યુપીના નીતિશ રાજની બે મહિના પહેલા અટક કરી હતી, જેની પૂછપરછમાં તેના સાથી રોશન રાજનું નામ સામે આવ્યું હતું. સાઇબર ક્રાઇમે દિલ્હીથી રોશન રાજની અટક કરી પૂછપરછ કરતા તેના મળતિયા સન્ની શંકર, રાહુલના કેહવાથી પ્રતિ એકાઉન્ટ પર 10 હજાર કમિશન મેળવી લોકોના બેંક એકાઉન્ટ ઇસમોઓને વાપરવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો.