ડભોઇના તરસાણા ફાટકથી દેશી તમંચા સાથે શખ્સ પકડાયો

જિલ્લા એસ.ઓ.જી. ટીમના ચુનંદા જવાનોની ટીમ ડભોઇ નજીક કામગીરીમાં હતી. ત્યારે બાતમી મળેલ કે એક શખ્સ છોટાઉદેપુર તરફથી ડભોઇની તરસાણા ચોકડી પર દેશી તમંચા સાથે આવવાનો છે. તેના વર્ણન સહિતની બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જીન્સનુ પેન્ટ અને ભુરા રંગનુ સફેદ ટીપકીઓ વાળુ શર્ટ પહેરેલ શખ્સ આવતા તેને ઘેરો ઘાલી પોલીસ જવાનોએ પકડી પાડ્યો હતો.જે બાદમા તેને તલાશી લેતા તેના પેન્ટમા કમરના ભાગે ખોસેલ દેશી તમંચો મળી આવ્યો હતો. પકડાયેલા શખ્સનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ અરવિંદભાઇ કીડીયાભાઇ રાઠવા ઉ.વ. 27 રહે. કનલવા, પટેલ ફળીયુ તા. કવાંટ જિ. છોટાઉદેપુરનો હોવાનુ જણાવતા તેની વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કસ્ટડી ભેગો કરાયો હતો.