થોરાળા વિસ્તારમાં કોઇ અજાણ્યા રિક્ષાચાલકે બોલાચાલી કરીને લાકડી વડે હુમલો

થોરાળા વિસ્તારમાં રહેતો યુવક રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે જિલ્લા ગાર્ડન પાસે રિક્ષાચાલકે લાકડીથી હુમલો કર્યો હતો. ઘવાયેલા મુસાફર યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોરાળામાં ખીજડાવાળી શેરીમાં રહેતો મનસુખ પ્રેમજીભાઇ વાઘ (ઉ.વ.30) સવારના અરસામાં રિક્ષામાં બેસીને જતો હતો અને જિલ્લા ગાર્ડન પાસે પહોંચ્યો હતો. ત્યારે કોઇ અજાણ્યા રિક્ષાચાલકે બોલાચાલી કરીને લાકડીથી હુમલો કર્યો હતો. હુમલામાં માથામાં ગંભીર ઇજા પહોચતા મનસુખ વાઘને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને ધોરણસરની તજવીજ કરી હતી.