બાંટવા નજીકનાં ભડુલા ગામની સીમમાંથી 10 જુગારી પકડાયા

બાંટવા નજીકનાં ભડુલા ગામની સીમમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડી 1 મહિલા સહિત 9 ને પકડી પાડ્યા હતા. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર હાજા રાજશી ઓડેદરાએ પોતાના ઢાળીયામાં આવેલ ઓરડી પ્રતાપ ગીગા ટીંબાને જુગારનો અખાડો ચાલવવા માટે ભાડે આપી હતી. અને પ્રતાપ જુગાર રમાડતો હોય. બાતમીનાં આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને ભરતકુમાર ચેતનદાસ ડાંડવાણી, ઉકરડાભાઈ રામાભાઈ ઓડેદરા, ભીમશીભાઈ માલદેભાઈ મારડીયા, શીતલભાઈ વલ્લભભાઈ અઘેરા, મગનભાઈ જીવાભાઈ રાઠોડ, કાનાભાઈ હાજાભાઈ ઓડેદરા, રાજેશભાઈ લખમણભાઈ મારૂ, શિલ્પાબેન લખુભાઈ જાડેજાને પકડી પાડ્યા હતા. અને રોકડ, મોબાઈલ સહિત રૂ.3,44,540 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.