અમરેલીના ભીડભંજન મહાદેવના મંદિર પાસે બે સાગરીત કારમાં જુગાર રમતા પકડાયા

અમરેલીના ભીડભંજન મહાદેવના મંદિર પાસે બે સાગરીત કારમાં જુગાર રમતા પકડાયા હતા. એલસીબીએ બાતમીના આધારે દરોડો કરી અહીથી રોકડ રકમ, બે મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 92650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસથી બચવા માટે જુગારીઓ હવે કારમાં જુગાર શરૂ કર્યો છે. પણ અમરેલીમાં જુગારીઓની આ ચાલાકી કામયાબ થઈ ન હતી. અમરેલીના ભીડભંજન મહાદેવ મંદિર નજીક પાર્કીંગમાં કારમાં બે ઇસમો જુગાર રમી રહ્યા હોવાની એલસીબીને બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીએ સ્થળ પર દરોડો પાડ્યો હતો. અમરેલીના ટાવર રોડ પર રહેતા યુસુફ બદરૂદીનભાઈ હિરાણી તથા સરદારનગર શેરી નં. 5 માં રહેતા મુકેશ બચુભાઈ બગથળીયાને કાર નંબર જી.જે. 10. બી.આર. 7315 માં જુગાર રમતા પકડી પાડ્યા હતા. તેમની પાસેથી એલસીબીએ રૂ.17,150 ની રોકડ રકમ, રૂ.5,500 ના બે મોબાઈલ ફોન અને 70 હજારની કાર મળી કુલ રૂ.92,650 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને ઈસમ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તજવીજ કરાઇ હતી.