ધારી તાલુકાના ખીચા ગામેથી પોલીસે તબેલામાંથી સંતાડેલી અંગ્રેજી દારૂની 25 બોટલ પકડાઈ

copy image

ધારી તાલુકાના ખીચા ગામેથી પોલીસે તબેલામાંથી 25 બોટલ અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો હતો. અહી બે ઈસમને પકડી તેમની સામે ગુનો નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લોકો દારૂની મહેફીલ કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. દારૂની મહેફીલ માણી ઘરે પરત ફરતા હોય છે. ત્યારે થર્ટી ફસ્ટની ઉજવણીમાં દારૂડીયા પર ખેલ પાડવા માટે પોલીસ પણ સજ્જ બની છે. અહી દારૂના નશામાં જાહેરમાં પ્યાસી નીકળશે તો પોલીસની ઝપટે ચડી જશે. તે વાત ચોક્કસ છે. પોલીસ સુત્રો તરફથી મળતી વિગત અનુસાર દારૂડીયાઓને નાથવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.ધારીના ખીચા ગામના ચિંતન ભનુભાઈ સોજીત્રા અને ભનુ દેવજીભાઈ સોજીત્રાને અંગ્રેજી દારૂની 25 બોટલ સાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રૂ.16,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.