બનાસકાંઠા એલસીબી પોલીસે થરા વિસ્તારમાંથી એક નાળી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી

બનાસકાંઠા એલસીબી પોલીસે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની દેશીહાથ બનાવટની એક નાળી વાળી બંદુક સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. એલસીબી પોલીસે કુલ 7500નો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ થરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી આધારે કીર્તિકુમાર નાગજીભાઈ નિનામા વાળાને થરા દીવાદર નાળા પાસેથી જાત કબ્જામાંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની એક દેશી હાથ બનાવટની એક નાળી વાળી બંદુક જેની કિંમત 5000 સહિત કુલ મુદ્દામાલ 7 હજાર 500 રૂપિયાનો સાથે ઝડપી પાડી સથરા પોલીસ સ્ટેશને કાયદેસરની તજવીજ ધરી છે.