ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે. આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના આપેલ. ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 515/21 ઇ.પી.કો કલમ 454,457,380 મુજબનો ભુપતભાઈ ભારતીયા (પાશી) રહે. ભવાનીપુર ભચાઉ મુળ રહે. મહુઅપુર તા. સુરિયામા જી. સંતરવિદાસનગર (ઉ.પ્ર) વાળો ગઈ તા. 20/12/2021 ના રોજ પોતાના વતન ખાતે ગયેલ અને તા. 26/12/2021 ના રોજ ભચાઉ પોતાના ઘરે પરત આવતા ઘરમાં સોના ચાંદીના દાગીના તેમજ એલ.ડી. ટી.વી, પંખો વગેરે ચોરી થઈ ગયેલ જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજીસ્ટર થયેલ. ઉપરોક્ત નોંધાયેલ ગુના અનવ્યે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ગડ્ડુનાઓ દ્રારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે  બાતમી હકીકત મળેલ એક ઈસમ ગઇકાલના ભચાઉ ભવાનીપુર ખાતેથી ચોરીમાં ગયેલ મુદામાલ લઈ ગુણાતીતપુર થી ભચાઉ તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ભચાઉ અહિંસાધામ પાસેથી આ કામેના આરોપી શૈલેશ ઉર્ફે શાહિલ જેઠાભાઇ ઢાંઢી (પટેલ) રહે. ચામુંડાવાસ, શિકારપુર તા. ભચાઉ વાળાને પકડી લઈ તેની પાસેથી સોનાના દાગીના મળી આવતા તેની પુછપરછ કરતાં ભવાનીપુર ખાતેથી ચોરી કરેલાની કબુલાત આપેલ તેમજ બાકીનો ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરી અનડીટેક્ટ ગુનો શોધી કાઢી મજકુર ઇસમને ગુના કામે રાઉન્ડઅપ કરી  કોરોના ટેસ્ટની તજવીજ કરવામાં આવેલ છે. પાકડાયેલ આરોપી શૈલેશ ઉર્ફે શાહિલ જેઠાભાઇ ઢાંઢી (પટેલ) રહે. ચામુંડાવાસ, શિકારપુર તા. ભચાઉ, શોધી કાઢેલ ગુનો ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 515/21 ઇ.પી.કો કલમ 454,457,380 મુજબ કબ્જે કરેલ મુદામાલ સોનાની નથડી નંગ 1 કી.રૂ.17,000,સોનાની ચેન નંગ 1 કી.રૂ.35,000, સોનાની કાનમાં પહેરવાની કડી જોડી 1 નંગ 2 કી.રૂ.5,000, સોનાનું કાનમાં પહેરવાનું બુટિયુ નંગ 1 કી.રૂ.10,000, ચંડિનું કમરમાં પહેરવાનું કમરબધ નંગ 2 કી.રૂ.45,000, ચાંદીનું પગમાં પહેરવાની ઝાઝરી (પાયલ) જોડી  4 નંગ 8 કી.રૂ.50,000, પગની આંગળીમાં પહેરવાના બિછિયા જોડી 6 નંગ 12 કી.રૂ.1,200, એલ.ડી.ટી.વી 1 કી.રૂ.5,000, સીલીંગ ફેન 1 કી.રૂ.1,900, સેમસંગ કંપનીનો સાદો મોબાઈલ ફોન નંગ 1 કી.રૂ.500 એમ કુલ કી.રૂ.1,0,600 નો મુદામાલ કબ્જે કરાયેલ. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.ગડ્ડુ તથા પો.સ.ઇ.શ્રી એમ.એમ.જોષી તથા એ.એસઆઈ. બાબુલાલ મિયોત્રા, પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશભાઈ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર, મુકેશભાઇ સાંખલા, નરેન્દ્રભાઈ ચૌધરી વગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.