મેડીક્લ સર્ટીફીકેટ વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોકટરને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ,ગાંધીધામ સાહેબનાઓ તરફથી જીલ્લામાં માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોય તેવા ડોક્ટરો અંગે કાયદેસર કરવા સુચના કરેલ હોય જે અનવ્યે એલ.સી.બી ટીમ ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં ચુડવા ગામ ખાતે ગેરકાયદેસર ડોક્ટરની પ્રેક્ટીસ કરતાં લલનપ્રસાદ સયરામ યાદવ ઉ.વ.૫૧ રહે. ચુડવા સીમ તા. ગાંધીધામ વાળાની તપાસ કરતાં મજકુર ઈસમ કોઈપણ સમક્ષ સંસ્થા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્રો મેળવ્યા વગર ડોક્ટરની પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં જણાવેલ અને તેના કબ્જામાંથી ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેક્ટીસથી મેળવેલ રોકડા રૂપિયા તથા એલપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી આવતા મજકુર આરોપીને રાઉન્ડઅપ કરી તેમના વિરુધ્ધ ધી મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૫ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે. પકડાયેલ આરોપી (૧) લલનપ્રસાદ સયરામ યાદવ ઉ.વ.૫૧ રહે. ચુડવા સીમ તા. ગાંધીધામ. એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો કી.રૂ.૧૩,૪૫૬ અને ગેરકાયદેસર મેડીકલ પ્રેક્ટીસ રોકડા રૂ.૮૫૦ અને કુલ કી.રૂ.૧૪,૩૧૫ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.એન.સોલંકી નાઓના સાથે એલ.સી.બી. સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.