અંજાર પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુના કામે છેલ્લા ૧૧ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દુધઈ પોલીસ

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી મોથાલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર તથા સર્કલ પો.ઇન્સ. શ્રી એમ.એન.દવે સાહેબનાઓ દ્રારા અંજાર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન. ૦૦૨૬/૨૧ પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ). ૧૧૬(બી),૯૮(૨), ૮૧ મુજબનો ગુનો તા.૧૨/૦૧.૨૦૨૧ નાં રોજ જાહેર થયેલ હોય. જે ગુના કામે રૂષિરાજસિંહ નરપતસિંહ જાડેજા ઉ.વ. ૩૬ રહે. ખેડોઈ તા. અંજારવાળો નાસતો ફરતો હોઈ સદરહુ ગુનાની વધુ તપાસ પો.સબ.ઇન્સ શ્રી દુધઈ પોલીસ સ્ટેશનનાઓ ચલાવી રહેલ હોઈ આરોપીને પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જેથી આ ગુનાનાં કામના નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમ્યાન પો.સબ ઇન્સ.શ્રી વાય કે ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે મજકુર આરોપી ધમડકા પાટિયા પાસે હાજર હોઈ જેથી બાતમી વાળી જગ્યાએ જઈ મજકુર આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી રૂષિરાજસિંહ નરપતસિંહ જાડેજા ઉ.વ. ૩૬ રહે. ખેડોઈ તા. અંજારવાળાને પકડી પાડ્યો છે.આ કામગીરીમાં દુધઈ પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ.શ્રી વાય.કે ગોહિલ તથા દુધઈ પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીર કરવામાં આવેલ છે.