ભુજમાં તીનપતીનો જુગાર રમતા બે ઈસમ રૂપિયા 1,200ની રોકડ સાથે પકડાયા

ભુજની હેડ પોસ્ટ ઓફિસ પાસે ખૂણામાં તીનપતીનો જુગાર રમતા બે ઈસમ રૂપિયા 1,200ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે એક નાસી છુટયો હતો. તો અંજારના દેવળીયા નાકા વિસ્તારમાં બે જુદી જુદી જગ્યાએ દરોડો પાડીને આંકડાનો જુગાર રમતા 2 ઇસમોને પકડી પાડ્યા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે તીનપતીનો જુગાર રમતા મોહમદ રફીક ઇસ્માઇલ કુંભાર (ઉ.વ.54) રહે કેમ્પ એરિયા અને જેસ્ટાનગરમાં રહેતા હાર્દિક પરેશભાઇ ઠકકર (ઉ.વ.22)ને રોકડ રૂપિયા 1,200 તેમજ ગંજીપાના સાથે પકડી પાડ્યા હતા. જ્યારે દાણીયો કુંભાર નામનો ઈસમ પોલીસને થાપો આપી નાસી છુટયો હતો.