જામનગરના શંકરટેકરીમાંથી 5 પેટી દારૂ ઝડપી પાડ્યો

જામનગરમાં શંકરટેકરી, સિધ્ધાર્થનગર શાળા નંબર 12ની પાછળ, સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 1 ઈસમના ઘરની તલાસી લઇ 60 બોટલ દારૂ જપ્ત કર્યો છે. રૂપિયા ત્રીસ હજારના દારૂનો કબજો સંભાળી પોલીસે ઈસમ મકાન માલિકની અટક કરી હતી. આગામી ઉત્સવ પાર્ટીઓના પર્વને લઇને દારૂનો જથ્થો લઇ આવ્યો હોવાની ઈસમની કબુલાતના આધારે પોલીસે અન્ય ઇસમોઓ સુધી પહોચવા તપાસ હાથ ધરી છે.આગામી થર્ટી ફસ્ટની પાર્ટીઓને અનુસંધાને દારૂના નાનામોટા ધંધાર્થીઓ સક્રિય થતા પોલીસ પણ સક્રિય થઇ છે. શહેરના શંકરટેકરી, સિધ્ધાર્થનગર શાળા નં.12ની પાછળ, ઝાલા વાળી લાઇનમાં રહેતો રાજેશભાઇ ઉર્ફે આદી જેન્તીભાઇ ઝાલા નામનો ઈસમ દારૂના ધંધામાં સક્રિય થયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આ દિશામાં તજવીજ કરી હતી. જેમાં પોલીસે આ ઈસમના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં આ ઈસમના ઘરમાંથી રૂપિયા 30 હજારની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઈસમની 60 બોટલ દારૂના જથ્થા સાથે અટક કરી ફરિયાદ નોંધાવી હતી. દારૂનો આ જથ્થો ક્યાંથી લઇ આવ્યો છે ? કેટલા ઇસમો સંડોવાયેલ છે ? કોને કોને દારૂ વેચ્યો છે અને કેટલા સમયથી આ ધંધો શરૂ કર્યો છે તેની વિગતો મેળવવા પોલીસે ઈસમને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી  હાથ ધરી છે.