જામનગરમાં ફ્લેટના પાર્કિંગમાં જુગાર રમતા 5 મહિલા સહિત 6 પકડાયા

જામનગરમાં હાથી કોલોની વિસ્તારના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સીટી એ ડીવીજન પોલીસે દરોડો પાડી જુગાર રમતી પાંચ મહિલાઓ સહિત છ ઇસમોને ઝડપી પાડ્યા છે. જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ હાથી કોલોની શેરી નંબર 1 સોનલક્રુપા ટ્રાવેલ્સ વાળી શેરીમાં આવેલ ધાર્મીકાવ્યા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની સીટી એ ડીવીજન પોલીસને હકીકત મળી હતી.આ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં અહી જ એપાર્ટમેન્ટમાં રહેતી પ્રજ્ઞાબેન સંજયભાઇ, ભરતભાઇ વીઠ્ઠલભાઇ સોજીત્રા, વર્ષાબેન ભરતભાઇ બરછા, ભારતીબેન ભરતભાઇ કેશરીયા, ભાવનાબેન રાજેશભાઇ સવજાણી, ભારતીબેન હસમુખભાઇ કીર્તનભાઇ કાથરાણી જાહેરમાં જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આ બધા ઇસમો પાસેથી રૂા.16,110ની રોકડ જપ્ત કર્યો હતો. સિટી-એ પોલીસે બધા સામે જુગારધારા મુજબ તજવીજ કરી હતી.