રૂદલપુર ગામે રસ્તા બાબતનાં મનદુ:ખમાં ત્રણ શખ્સોએ લોખંડનાં પાઈપ વડે હુમલો

માંગરોળ પંથકનાં રૂદલપુર ગામે રસ્તા બાબતનાં મનદુ:ખમાં ત્રણ ઇસમોએ લોખંડનાં પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જ્યારે સામાપક્ષે પણ હુમલો થયાની ફરિયાદ લખાવી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર માંગરોળ પંથકનાં રૂદલપુર ગામે રહેતા કાનાભાઈ પુંજાભાઈ કોડીયાતરને રસ્તા બાબતે મનદુ:ખ ચાલતુ હોય જેથી અરજણ નાથા કોડીયાતરે પાઈપ વડે હુમલો કર્યો હતો.તેમજ બાબુ લાખા કોડીયાતર અને નાજા લાખા કોડીયાતરે ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આ ત્રણેય ઈસમ વિરૂદ્ધ માંગરોળ પોલીસમાં ફરીયાદ લખાવાઈ છે. જ્યારે બાબુભાઈ લાખાભાઈ કોડીયાતરે લખાવેલી ફરિયાદ મુજબ જુના ઝગડાનું મનદુ:ખ રાખી કાના પુંજા કોડીયાતર, વિક્રમ માંડા કોડીયાતરે ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જેઠા માંડા કોડીયાતરે લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ લખાવાઇ છે. પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે તપાસ શરૂ કરી છે.