વંથલી-જૂનાગઢ રોડ પર કોયલી ફાટક પાસે કારે બાઈકને ઠોકર મારી, એકનું મૃત્યુ નિપજ્યું

વંથલી- જૂનાગઢ રોડ પર કોયલી ફાટક પાસે કારે બાઈકને ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજયું હતું. જ્યારે એકને ઈજા થઈ હતી. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત અનુસાર કેશોદ પંથકનાં માણેકવાડા ગામે રહેતા મેહુલભાઈ ભનાભાઈ ઓડેદરા અને તેમની સાથે અન્ય એક યુવાન સવારના અરસામાં જૂનાગઢ તરફ જઈ રહ્યાં હતા. ત્યારે કોયલી ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી કારે મેહુલનાં બાઈકને ઠોકર મારી હતી. જેથી મેહુલને ગંભીર ઈજા થતાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા યુવાનને ઈજા થતાં સારવાર અર્થે લઈ જવાયો હતો. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.