અંક્લેશ્વરમાં ત્રણ મહિલા સહિત 8 જુગારી પકડાયા, જુગારિયાઓ પાસેથી 50 હજારનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર શહેરના બસ સ્ટેશન સામે આવેલા જીન ફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવા પોતાના વિસ્તારમાં મોટાપાયે વરલી મટકાનો જુગાર રમાડે છે એવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જીન ફળિયામાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 36 હજાર અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે મુખ્ય સૂત્રધાર જયા પ્રવીણ વસાવા, પ્રિયંકા શૈલેષ રાઠોડ, સોનલ પરમજીત સિંગ, સાગર વસાવા, દલસુખ વસાવા, મહેશ વાળંદ, અશરફ હબીબ મલેક અને જોગિન્દર સિંઘ રામપ્રસાદ ભગતને પકડી પાડ્યો હતો, જ્યારે એક જુગારી પલાયન થઈ ગયો હતો. પોલીસે બધા વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.