સાવરકુંડલા તાલુકાના નવી આંબરડીમાં શિક્ષકના બંધ મકાનમાં રૂા. 1.17 લાખની તસ્કરી

સાવરકુંડલા તાલુકાના નવી આંબરડીમાં પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષિકા રજામાં પોતાના વતનમા ગયા હોય. ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો અહીથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1.17 લાખના મુદામાલની તસ્કરી કરીને લઇ જતા તેમણે આ બારામાં સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.મુળ લાઠી તાલુકાના મતિરાળાના અને હાલ નવી આંબરડીમાં રહેતા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષાબેન જગદીશભાઇ બોરસાણીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે તેઓ રજા દરમિયાન પોતાના વતનમા ગયા હતા. ત્યારે તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ.તસ્કરોએ મકાનના બારણાના નકુચા તોડી અંદર પ્રવેશ કરી કબાટના લોક ચાવીથી ખોલી તિજોરીમાં રાખેલ સોનાના પાટલા એક જોડી, સોનાની વિંટી 3 નંગ, સોનાની ચુક-1 નંગ, સોનાનો ચેઇન 1 નંગ, સોનાનુ પેન્ડલ-1, ચાંદીની કડલી નંગ-4, રોકડ રૂપિયા 11 હજાર મળી કુલ રૂપિયા 1,17,155 ના મુદામાલની તસ્કરી કરીને લઇ ગયા હતા.