ભુજમાંથી એક્ટિવાની ચોરી કરનાર મુન્દ્રાનો સાગરીત પકડાયો

ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલી બેન્ક પાસેથી એક્ટિવાની તસ્કરી થયાની ઘટનાનો ભેદ એલીસીબએ ઉકેલી લીધો છે. આત્મારામ સર્કલ પાસેથી મુન્દ્રાના હરપાલસિંહ ગોહિલ નામના સાગરીતને વાહન સાથે પકડી પાડીને આગળની તજવીજ માટે બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત 22 ડીસેમ્બરના સવાર થી બપોરના અરસા વચ્ચે તસ્કરીનો બનાવ બન્યો હતો.જ્યુબેલી સર્કલ પાસેની એયુ બેન્કમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતા અને કોડકી રોડ પર બકાલી કોલોનીમાં રહેતા સાજીદ જુસબ સમાએ પોતાની એક્ટિવા બેન્કના પાર્કિંગમાં રાખી હતી. જેને કોઇ અજાગ્યો સાગરીત તસ્કરી કરી ગયો હતો. દરમિયાન આ અંગે એલસીબીએ બાતમીના આધારે ભુજના આત્મારામ સર્કલ પાસેથી મુળ ભાવનગર જિલ્લાના હાલ મુન્દ્રા ખાતે રહેતા હરપાલસિંહ છોટુભા ગોહિલને અટકાવી વાહનના આધારપુરાવાઓ માંગતાં સાગરીતોએ આ એકટિવા ભુજમાંથી તસ્કરી કરી હોવાની કબુલાત આપતાં એલસીબીએ સાગરીતની વાહન સાથે અટક કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સાગરીત વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.