અંજારમાં આંકડાનો જુગાર રમતા 2 સાગરીતો પકડાયા


અંજારના દેવળિયા નાકા મસ્જિદની પાછળ આંકડાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે આંકડો રમાડતો અને ગળપાદરમાં રહેતા કેતન કિરણ માણેક નામના સાગરીતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રોકડ રૂપિયા 1,600 જપ્ત કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં તોરલ સરોવરની પાછળ બનાવેલ શેડ પાસે પોલીસે બીજો દરોડો પાડ્યો હતો. જ્યાંથી રાજનગર અંતરજાળના સીરૂમલ ખીલુમલ ટીકીયાણી (સિંધી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. સાગરીત પાસેથી રૂપિયા 1,450 નો મુદામાલ જપ્ત કરીને જુગારધારાની કલમ તળે ગુનો દાખલ કરાયો છે.