જામનગર શહેરમાંથી અને ધ્રોલમાંથી પોલીસે અંગ્રેજી દારૂની 376 બોટલ સાથે 5 ઇસમોને પકડી પાડ્યા

જામગનર શહેર તથા ધ્રોલમાંથી થર્ટી ફસ્ટ માટે મંગાવવામાં આવેલો અંગ્રેજી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે રૂ.1,50,400ની કિંમતની 376 નંગ અંગ્રેજી દારૂની બોટલ તથા મોબાઇલ ફોન અને વાહનો મળી કુલ રૂ.4,96,900 ના મુદ્દામાલ સાથે 5 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. એલ.સી.બી સ્ટાફે ભગીરથસિંહ સરવૈયા અને હરદીપભાઈ ધાધલ બાતમીના આધારે ધ્રોલ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસેથી પાર્થભાઈ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટીયાર તથા પ્રફુલ્લભાઇ ઉર્ફે પાગો ખજુરિયાભાઈ ભદ્રાના કબ્જાની સ્વીફટ કારમાંથી રૂ.1,29,200ની કિંમતની 323 નંગ અંગ્રેજી દારૂ તથા ત્રણ નંગ મોબાઈલ ફોન અને સ્વીફટ કાર મળી કુલ રૂ.4,35,200નો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરી શખ્સો વિરૂદ્ધ કાયદેસરની તજવીજ કરવામાં આવી હતી.જેમાં દારૂ સપ્લાય કરનારા તથા પાયલોટીંગ કરનારા મનોજભાઈ તથા વિમલભાઈ ઉર્ફે ડોડાળો સીધીને ઝડપી પાડી પૂછપરછ બાદ આગળની તજવીજ હાથ ધરી છે.બીજા દરોડામાં જામનગર શહેરમાં અંધાઆશ્રમ આવાસ કોલોની પાસેથી બિપીન કારાભાઈ મુછડિયાના કબ્જાના એકટીવામાંથી રૂ.10,800 ની કિંમતની 27 નંગ અંગ્રેજી દારૂની બોટલો તથા મોબાઇલ ફોન અને એક્ટિવા મળી કુલ રૂ.46,300 નો મુદ્દામાલ જપ્ત કરી શખ્સ વિરૂદ્ધ તજવીજ હાથ ધરી હતી.