જૂનાગઢમાં ઓનલાઈન ગુજરાત લૂડોનાં નામથી ગ્રૂપ બનાવી જુગાર રમતા 4 શખ્સો સામે ગુનો

જૂનાગઢમાં ઓનલાઈન ગુજરાત લુડોનાં નામથી ગ્રુપ બનાવી ગ્રુપમાં એકબીજાનાં ટેબલો બનાવી લુડો ગેમ ઓનલાઈન આંકડાનાં કોડ આપ-લે કરી જુગાર રમતા ચાર ઇસમો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. પ્રતાપભાઈ મનુભાઈ લાલુ અને મહેક રાજેશભાઈ રંગોલીયાએ ઓનલાઈન ગુજરાત લુડો નામનું સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવી રવિન્દ્રભાઈ શર્મા અને કાનાભાઈ લાલુને આ ગ્રુપ હેડલીંગ કરવા માટે રાખ્યા હતા. અને આ ગ્રુપમાં લોકોને એકબીજાનાં ટેબલો બનાવી લુડો ગેમ ઓનલાઈન આંકડાનાં કોડ આપ-લે કરી લુડો ગેમ રમી રમાડી રૂપિયાની હારજીતનો જુગાર રમાડતા હતા. આ અંગેની બાતમી મળતાં બી ડીવીઝનનાં હારૂનભાઈ ઈસ્માઈલભાઈએ રવિન્દ્ર રાજેન્દ્રભાઈ શર્માને એન્ડ્રોઈડ ફોન, રોકડ સહિતનાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બીજા 3 સામે ગુનો દાખલ કરીને તેને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.