ખેતરડીના સિમાડામાં આવેલી પાન બીડીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

હળવદના છેવાડાના ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં ખેતરડીના સિમાડામાં આવેલી દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં અંદાજે 40 હજારનો મુદ્દામાલ તેમજ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવની દુકાન ધારકે પોલીસ ફરિયાદ લખાવીને કાર્યવાહી હાથ ધરી છે. હળવદના ખેતરડીના રામજીભાઈ જેરામભાઈની દુકાન વાકાનેર હાઈવે પર આવેલી છે. જેમાં રાત્રિઆ અરસામાં તસ્કરો શટરનુ તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.જેમાં દુકાનમાંથી 40 હજારનો અંદાજે મુદ્દામાલ તેમજ રોકડ રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જ્યારે આ બનાવ અંગે સરપંચ દીલીપભાઈ નારણભાઇ દેકાવાડીયાને જાણ થતાં તાત્કાલિક જાંબુડીયાના સીમાડે આવેલી દુકાને પહોંચ્યા હતા. હળવદ પોલીસ મથકમાં ફરીયાદ થતાં કાર્યવાહી હાથ ધરાઈ.