ઉમરગામ તાલુકાના ધોડીપાડાના ઘરમાં 1.82 લાખની મતાની તસ્કરી

ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે આવેલી રાઇસ મીલની બાજુમાં રહેતા ગજાનંદ ભાઈ અને તેમની ધર્મપત્ની જમી પરવારીને સુવાની તૈયારીમાં હતા. ઘરમાં અચાનક અવાજ આવતા ગજાનંદ ભાઈ અને તેમની ધર્મપત્ની ઉભા થઇ દરવાજાની બહાર જોતા 3 અજાણ્યા શખ્સો તેમને જોઈને ભાગી ગયા હતા. જે જોઈ ફરિયાદીએ ઘરના બીજા રૂમમાં તપાસ કરતાં સામાન વેર વિખેર પડયો હતો. અને તેમના મોબાઈલ ફોન પણ મળેલ ન હતા.જેથી તેઓ પાછળ રૂમમાં જઈ સૂઈ ગયેલા.બીજા દિવસે ઘરમાં ચેક કરતાં ઉપરના રૂમની બારીની ગ્રીલ તુટેલી હતી.ઘરની લાઈટની મેઇન સ્વીચ બંધ હતી.તથા પાછળના ફોક્સના વાયર કાપી નાખેલા તથા સીસીટીવી કેમેરા કેબલો પણ કાપી નાખી કેમેરાનું ડીવીઆર તેમજ,સોના ચાંદીના ઘરેણા 1,40,000, રોકડ 40,000 અને બે મોબાઇલ મળી કુલ 1,82,000ની માતાની તસ્કરી કરી ગયાનું જણાતા આ પોલીસ ફરિયાદ લખાવી હતી.