હેન્ડલ લોક વાગના બાઇકની તસ્કરી પેટ્રોલ ખૂટે એટલે મૂકી દેતો : 3 બાઈક સાથે ઈસમ પકડાયો

શહેરમાં હેન્ડલ લોક વગરના બાઈકની તસ્કરી કરી પેટ્રોલ ખૂટે ત્યાં સુધી ફેરવી બાદમાં મૂકી દઈ બીજુ બાઇક ઉઠાવવાની ટેવ ધરાવતો ઇસમને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી પાડી પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. જાણવા મળતી વિગત અનુસાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પીએસઆઈ યુ.બી.જોગરાણા, એએસઆઈ જ્યંતિભાઈ ગોહિલ, સી.એમ. ચાવડા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક રખડતુ ભટકતુ જીવન જીવતા જિજ્ઞેશ ઉર્ફે પટેલ રમેશભાઈ અકબરીને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી પાડી કુવાડવા રોડ, એ ડિવિઝન અને પ્રનગર પોલીસ મથકના ત્રણ વાહન તસ્કરીના ભેદ ઉકેલાયા છે. પોલીસ પૂછપરછ શખ્સ રખડતુ ભટકતુ જીવન જીવન જીવતો હોય અને હેન્ડલ લોક વગરના બાઈકની તસ્કરી કરી જવા સુધી પેટ્રોલ હોય ત્યાં સુધી ફેરવતો અને પેટ્રોલ પૂરું થાય એટલે અવાવરૂ જગ્યાએ મુકી દઈ બીજા વાહન તસ્કરી કરવાની ફિરાકમાં લાગી જતો હતો. પોલીસે ત્રણ બાઇક જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.