વડોદરાના ગોરવા અને મકરપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 18 ઇસમોને 95 હજાર ઉપરાંત મુદામાલ સાથે પકડી પાડ્યા

વડોદરાના ગોરવા અને મકરપુરા પોલીસે હદ વિસ્તારમાં ચાલતા જુગારધારા પર દરોડો પાડી 18 ઇસમોને 95 હજાર ઉપરાંતના મુદામાલ સાથે પકડી પાડી બધા વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. જો કે આ બને દરોડામાં પોલીસને 18 ઇસમો પાસેથી વાહન મળી ન આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ગોરવા પોલીસે ચોક્કસ માહિતીના આધારે, ગોરવા ગામમાં પ્રજાપતિ ફલેટના ધાબા ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા સેટ ઇસમોને પકડી પાડ્યા હતા.જેમાં મહેન્દ્ર સોલંકી, જીગ્રેશ પરમાર, ઠાકોર સોલંકી, ભગવનદાસ સોલંકી, રાજુભાઇ સોલંકી, મહેશ ઠક્કર અને સુનીલ મોરેનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન 04 નંગ મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા મળી 34 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો હતો. અન્ય એક દરોડામાં મકરપુરા પોલીસે તરસાલી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં મકાનમાં દરોડો પાડી 11 શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં નિર્મળસિંહ હરિસિંહ ઠાકોર, જીગ્રેશ સનાભાઈ પરમાર, સુનીલ મોહનસિંગ રાજપૂત, દિવ્યેશ હરિકીશન પ્રજાપતિ, જેસીંગભાઈ પ્રતાપભાઈ મારવાડી, રમેશ રામક્રિપાલ શાહ, બાબુભાઇ કાલિદાસ રાજપૂત, સાગર રાજુભાઇ રાજપૂત, પરેશ નિર્મળસિંહ ઠાકોર, અજય અમિતભાઈ માળી અને શૈલેષ બાબુભાઇ પટણીનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન પોલીસે 11 નંગ મોબાઈલ ફોન અંગ જડતીના તથા જમીન દાવનાના રોકડા માળી કુલ 59 હજાર ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન શખ્સો પાસેથી વાહન માળી ના આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.