મોરબીના આમરણ ગામેથી દેશી દારૂની ભઠ્ઠી સાથે 4 શખ્સો પકડાયા

મોરબીના આમરણ ગમે ખારીપીચ વોકળાના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી મોરબી એલસીબી ટીમે પકડી પાડીને મુદામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન આમરણ ગામે ખારીપીચ વોકળાના કાંઠે શખ્સ સબીર ઉર્ફે જમાદાર અકબરમિયા બુખારી, તોફીક અશરફભાઈ બુખારી,બાબુ ઉર્ફે પ્રફુલ યરફે નઢો દિલિપભાઈ થારુકિયા અને સુનીલ અરજણભાઈ પરમારએ દેશી પીવાનો દારૂ ગાળવાની ભઠ્ઠીનો ગરમ આથો લિટર 1000 કિંમત રૂ.200, ઠંડો આથો લિટર 1100 કિંમત રૂ.2200 ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમના બકડિયા નંગ 2 કિંમત રૂ.100, પાટલી નળી સાથે નંગ 2, ગેસના લોખંડના ચુલા નંગ 2 કિંમત રૂ.400, ગેસના બાટલા નંગ 2 કિંમત રૂ.2000 અને દેશી દારૂ આશરે લિટર 50 કિંમત રૂ.1000 એમ મુદામાલ કિંમત રૂ.5,900 સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.