મુંદરા તાલુકાના મોટી ખાખરમાં મકાનમાંથી 1.20 લાખની તસ્કરી

મુંદરા તાલુકાના મોટી ખાખરમાં બે કલાકના ગાળામાં ખુલ્લા મકાનમાંથી સોનાં-ચાંદીના દાગીનાની તસ્કરી થઈ હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવ મોટી ખાખરમાં આશિયાના ટાઉનશિપમાં સાંજના અરસામાં બન્યો હતો. ખુલ્લા ઘરમાં તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાં રાખેલા લાકડાંના કબાટના દરવાજાનું તાળું તોડી સોનાંના દાગીનાની તસ્કરી કરી ગયા હતા. તસ્કરો સોનાની બંગડી, બે નંગ પાટલા, ગળાનું નેકલેસ, સોનાની રિંગ, સોનાની લક્કી, સોનાની બે જોડી બુટ્ટી સહિતના રૂ.1.20 લાખની કિંમતના દાગીના તફડાવી ગયા હતા.ફરિયાદી નિશિથ મહેશભાઈ શાહે શાળામાં દીકરીનો ફોટો આપવા માટે માગ્યો હતો. તેમના પત્ની ફોટો લેવા કબાટ ખોલ્યું ત્યારે દાગીના નજરે પડયા ન હતા.’ તેમણે સિકયુરિટી ગાર્ડને ફોન કર્યો હતો’ અને આજુબાજુ તપાસ કરી હતી.’ તેમના પત્ની સાંજના અરસામાં બિદડા ગયા હતા અને તેમની દીકરીદુકાનમાં વસ્તુ ખરીદવા ગઈ હતી. આ બે કલાકના ગાળામાં તસ્કરીનો બનાવ બન્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.