ચલથાલ ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં ઘવાયેલા યુવકનું મૃત્યુ


ચલથાલ ગામ પાસે કેનાલ રોડ પરથી પસાર થતા મોટરસાઇકલ ચાલક સ્લીપ થઈ જતા ત્રણ દિવસની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પલસાણા તાલુકાનાં ચલથાણ ગામથી કેનાલ રોડ પરથી ગત 27 ડિસેમ્બરના અરસામાં બૈજનાથકુમાર શિબગાની શાહ પોતાની બજાજ GJ 05 PE 0415 પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ વાંકાનેડા ગામ તરફ જવાના ત્રણ રસ્તા ખાતે તેની બાઇક સ્લીપ થઈ જતા તે રોડ પર પટકાયા હતા.જેથી તેઓને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. પરંતુ તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતુ. આ ઘટના વિષે કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધારેલ હોવાનું જાણવા મળેલ છે.